મોબાઈલ યુઝર માટે ગુડ ન્યુઝ: મોદી સરકાર લાવશે નવી ટેક્નોલોજી, DTH અને કેબલ ટીવીની સીધી સ્માર્ટફોન માં જ જોઈએ શકાશે

મોદી સરકાર લાવી રહી છે નવી ટેકનોલોજી જેનું નામ છે ડાયરેક્ટ ટુ મોબાઈલ. આ ટેકનોલોજી દ્વારા તમે હવે ટીવી ને સીધા તમારા મોબાઇલમાં ચલાવી શકો જેના માટે તમારે માત્ર ઈન્ટરનેટ કનેક્શન ની જરૂર પડશે.

ભારત સરકાર દર્શકો માટે નવી સુવિધા લઈને આવી રહી છે જેનું નામ છે D2M એટલે કે ડાયરેક્ટ ટુ મોબાઈલ. આ ટેકનોલોજી દ્વારા તમારા મોબાઇલમાં ટીવી ચેનલ ચાલુ થશે તેના માટે તમારે ડીટીએચ કે કેબલ ની જરૂર નથી, આ ટેકનોલોજી દ્વારા લાંબા સમયથી દૂરસંચાર વિભાગની ટેક્નિકલ ની ટીમ કામ કરી રહી હતી અત્યારે તેનો ફાઈનલ પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે.
શું છે D2M ટેક્નોલોજી ?
ભારતમાં સ્માર્ટ ટીવી નું ડિમાન્ડ બહુ જ વધી રહી છે, બધા જ ઘરમાં સ્માર્ટ ટીવી ફરજીયાત થઈ ગયું છે. લોકોને સ્માર્ટ ટીવીની આદત પડી ગઈ છે. હાલમાં મોબાઈલમાં ટેલિવિઝન ની ચેનલો લાઈવ જોઈ શકતી નથી, અત્યારે નવી ટેકનોલોજી આવી રહી છે જેનું નામ છે D2M એટલે કે તમારા મોબાઇલમાં તમે ટેકનોલોજી દ્વારા માત્ર ઇન્ટરનેટની કનેક્ટિવિટી દ્વારા કેબલ વગર ટીવી જોઈ શકો છો જેના માટે મોબાઈલ ની અંદર એક એન્ટીના લગાવવામાં આવશે અને ત્યાંથી તમે ડાયરેક્ટ ટીવી જોઈ શકો છો. કોઈપણ ચેનલ તમારા મોબાઇલમાં જોઈ શકો છો.
આ ટેકનોલોજી પર અત્યારે કામ થઈ રહ્યું છે જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

મોબાઇલમાં ફેરફાર થશે

મોબાઇલમાં લાઈવ ટીવી જોવા માટે મોબાઈલ ના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો પડી શકે છે. મોબાઇલના હાર્ડવેરમાં અમુક ફેરફાર થશે એના લીધે તમારો જૂનો ફોન લાઈવ ટીવી જોવા માટે કામ નહીં લાગે તેના માટે તમારે નવો ફોન લેવો પડશે. આ ટેકનોલોજી ઉપર કેન્દ્ર સરકારે માત્ર મંત્રણા કરી છે હજી અમલમાં લાવવાની પ્લાન અત્યારે શરૂ થયો નથી.

Leave a Comment