હવે પેટ્રોલ પુરાવું નહિ પડે, માર્કેટમાં બધાનો પત્તો કાપવા આવી રહી છે દેશની પહેલી CNG Bike! જાણો વિગત

તમે સીએનજી ગાડી વિષે તો બહુ સાંભળ્યું હશે પરંતુ માર્કેટમાં આવી રહ્યું છે નવું  સીએનજી બાઇક જેના ફ્યુચર જાણીને તમને તુરંત લેવાની ઈચ્છા થઈ જશે.

હાલ દિન પ્રતિ દિન મોંઘવારી વધી રહી છે પેટ્રોલના ડીઝલના ભાવ વધી રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગના લોકો માટે બેસ્ટ ઓપ્શન છે સીએનજી વેહિકલ. સીએનજી ગાડી આવી ગઈ છે હવે સીએનજી બાઈક પણ ટૂંક સમયમાં બજાજ  કંપની દ્વારા લોન્ચ કરવામાં આવશે.

તમને પ્રશ્ન હશે કે સીએનજી બાઈક સામાન્ય બાઇકની જેમ કામ કરશે, સીએનજી બાઈક ની શક્તિ કેટલી હશે તે કેટલો ટાઈમ ચાલશે એ બધા પ્રશ્નોના જવાબ આજે આર્ટીકલમાં આપણે આપીશું.

આ કંપની લાવી રહી છે સીએનજી મોટરસાયકલ

Bajaj કંપની દ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું છે 2024 ના બીજા ક્વાર્ટર માં કંપની સીએનજી બાઈક માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ સમાચાર આવ્યા પછી લોકોને સવાલ ઊઠે છે, લોકો જાણવા માંગે છે કે સીએનજી બાઈક સામાન્ય  બાઈકની જેમ કામ કરશે.

કેવી રીતે કામ કેવી રીતે કામ કરશે સીએનજી બાઈક

સીએનજી બાઇક સામાન્ય મોટરસાયકલની જેમ જ કામ કરશે. સામાન્ય મોટરસાયકલ ની જેમ પેટ્રોલ પાઈપ દ્વારા ઓક્સિજનના સંપર્કમાં  આવે છે અને ઓક્સિજન સાથે બળીને પાવર ઉત્પન્ન કરે છે, આવી સિસ્ટમ સીએનજી બાઇકમાં પણ હશે સીએનજી પાઇપ દ્વારા ઓક્સિજનના સંપર્ક માં આવશે અને ઓક્સિજનના સંપર્કમાં આવતા જ એન્જીન ને  પાવર મળશે.

આ સીએનજી બાઈકમાં સેફ્ટી નું ટેન્શન રહેશે

CNG બાઇકમાં હવામાં ગેસ લીક થવાની સંભાવના છે આ માટે કંપનીદ્વારા અલગથી સલામતી માટે પેટ્રોલ ટેન્ક ની જેમ જ સીએનજી ગેસ સિલિન્ડર ની સુરક્ષા વધારવી જોઈએ.

સીએનજી બાઈક શું ફાયદો થશે

સીએનજી બાઇકની કિંમત પેટ્રોલ કરતા ઓછી હશે તેથી ] લોકો પૈસા બચાવી શકશે, સીએનજી તરફ લોકોનો રસ વધારે હોવાથી સીએનજી બાઇક પણ બજારમાં આવવા જઈ રહી છે બજારમાં બજાજ કંપની દ્વારા દેશની પ્રથમ સીએનજી સંચાલિત બાઈક 2025 ની શરૂઆતમાં અથવા 2024 ના અંત સુધીમાં આ મોટરસાયકલ બજારમાં લોન્ચ  થઈ જશે

સીએનજી બાઇકનો પાવર કેટલો હશે

સીએનજી મોટરસાયકલ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછી શક્તિ પેદા કરશે, સીએનજી વાહનોનો ખર્ચ તફાવત પેટ્રોલ ડીઝલ કરતા બહુ ઓછો હશે પરંતુ પૈસાની બાબતે સીએનજી બાઈક બહુ જ સસ્તું પડશે.

સારાંશ

આર્ટીકલ માં બજાજ કંપની દ્વારા નવું cng મોટરસાયકલ લોન્ચ કરવા માં આવશે અને એ મોટરસાયકલ માં શું શું ખાસ છે  તેની વાત આજે આપણે આર્ટીકલમાં કરી.

Leave a Comment