IQOO 12 5G લોન્ચ ન્યુઝ: iQOO નો નવો સ્માર્ટફોન iQOO 12 5G ભારતમાં 12મી ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન 2 રંગ સાથે ખરીદી શકો છો, એક કાળો અને બીજો સફેદ છે.
iQOO 12 5G સ્માર્ટફોન 6.78 ઇંચની કવર્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, અને ફોન 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, આ ફોન માં Qualcomm પ્રોસેસર અને લેટેસ્ટ ચિપસેટ છે. આ આર્ટિકલમાં iQOO 12 5G ની કિંમત, સ્પેસિફિકેશન વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Infinix સ્માર્ટ 8 HD આઈફોન જેવો જ ફીચર્સ વાળો ફોન ભારતમાં થયો લોન્ચ, માત્ર 6299 કિંમત
IQOO 12 5G મુખ્ય વિગત
IQOO 12 5G ફોન Qualcomm નો લેટેસ્ટ Snapdragon 8 Gen 3 chip પાવર સાથે આવશે, 50 મેગાપિક્સલ્સ મુખ્ય કેમેરો અને 64 મેગાપિક્સેલ્સ રિયર કેમેરો સાથે આવશે. 5000mAH બેટરી 120W FlashCharge પણ આવશે.
Feature | Specification |
---|---|
Display | 6.78-inch |
Processor | Snapdragon 8 Gen 3 |
Front Camera | 16-megapixel |
Rear Camera | 50-megapixel + 64-megapixel + 50-megapixel |
RAM | 12GB, 16GB |
Storage | 256GB, 512GB |
Battery Capacity | 5000mAh |
OS | Android 14 |
Resolution | 1200×2800 pixels |
iQOO 12 5G કિંમત (ગુજરાતમાં iQOO 12 5G કિંમત)
ભારતમાં iQOO 12 5Gની કિંમત 52,999 રૂપિયા છે. iQOO 12 5G થાઈલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં 16GB રેમ અને 512GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યાં આ મોડલની કિંમત 57,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 13 ડિસેમ્બરથી શરૂ થશે. તમે એમેઝોનની વેબસાઈટ અથવા એપ પરથી ખરીદી શકો છો.
ઉપલબ્ધ કલર | RAM + Storage Variants | કિંમત (INR) |
---|---|---|
Legend (White) | 12GB + 256GB | 52,999 |
Alpha (Black) | 16GB + 512GB | 57,999 |
iQOO 12 5G પર જબરદસ્ત ઓફર ઉપલબ્ધ છે
iQOO 12 5G ફોન માટે HDFC બેંક અને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રૂ. 3,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર છે. બ્રાન્ડ નિયમિત અને હાલના Vivo/iQOO વપરાશકર્તાઓ માટે રૂ. 3,000 અને રૂ. 5,000નું એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે.