SBI બેન્કમાં મફત ખાતું કેવી રીતે ખોલાવવું જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

sbi savings account:SBI માં નવું ખાતું ખોલવા માટે ફરી એકવાર ઓનલાઇન સેવા ને શરૂ કરી દેવામાં આવી છે એવામાં હવે નવા ગ્રાહકોને બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. લોકો ઘરે બેઠા જ મોબાઈલ એપની મદદથી પોતાનું ખાતું ખોલાવી શકે છે

State bank of India -SBI માં ખાતું ખોલાવવું હવે સરળ બન્યું છે એસબીઆઇ ડિજિટલ એકાઉન્ટ ઓફર કરે છે જેમાં તમારે બ્રાન્ચમાં જવાની પણ જરૂર નહીં રહે sbi ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માટે ગ્રાહકોએ કોઈ પણ કાગળની કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી sbi ના ગ્રાહકો યોનો YONO એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલી શકે છે

Sbi સાથે હવે ડિજિટલ એકાઉન્ટ ખોલાવવાના ઘણા બધા લાભો છે .જેમ કે સંપૂર્ણપણે પેપરલેસ પ્રક્રિયા, બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર નથી , OTP આધારિત વેરીફિકેશન, ઝડપી બેન્કિંગ એક્સેસ અને KYC માટે માત્ર વીડિયો વેરિફિકેશન

SBI ડિજિટલ એકાઉન્ટ ખોલવા માટે જરૂરી પાત્રતા નીચે મુજબ છે.

  • ગ્રાહક ભારતનો રહેવાસી હોવો જોઈએ અને ઓછામાં ઓછી 18 વર્ષનો વ્યક્તિ હોવો જોઈએ
  • એકાઉન્ટ ખોલાવવા માટે ગ્રાહક પાસે માન્ય પાન અને આધાર નંબર હોવા જોઈએ
  • ગ્રાહક પાસે માન્યા ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ
  • ડીજીટલ બેંક એકાઉન્ટ માટે વ્યક્તિએ કોઈપણ એસબીઆઇ શાખા ની મુલાકાત લઈને બાયોમેટ્રિક પ્રમાણે E-KYC પૂર્ણ કરવું પડશે અને બેંક દ્વારા સૂચવવામાં આવેલી કેવાયસી પ્રક્રિયાઓ સહિત અને તમામ નિયમોનું પાલન કરવું પડશે
  • એક સમયે એક વ્યક્તિ એક જ sbi ડિજિટલ એકાઉન્ટ રાખી શકશે અને એક મોબાઇલ ફોન નંબર પરથી માત્ર એક જ ડિજિટલ એકાઉન્ટ ખોલાવી શકાશે
  • ઉપરોક્ત તમામ શરતો પર ખરી ઉત્તરનાર વ્યક્તિ પોતાના નામે એસબીઆઇ ડિજિટલ એકાઉન્ટ ખોલાવવા અને સંચાલન કરવા માટે પાત્ર છે. sbi ડિજિટલ એકાઉન્ટ જોઈન્ટ એકાઉન્ટ નહીં ખોલાવી શકાય

SBI માં ડિજિટલ એકાઉન્ટ ખોલાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે sbi savings account

  • આધારકાર્ડ અને PAN card
  • આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી તમારું
  • કેમેરા અને માઇક્રોફોન સાથે ઇન્ટરનેટ સક્ષમ મોબાઇલ અથવા ડિવાઇસ
  • એકાઉન્ટ ખોલવા માટે લોકેશન ચાલુ કરો

SBI ડિજિટલ એકાઉન્ટની વિશેષતાઓ નીચે મુજબ છે sbi savings account

  • ડિજિટલ એકાઉન્ટ ખોલાવવા પર અરજદાર દ્વારા સિલેક્ટ કરાયેલ બ્રાન્ચને હોમ બ્રાન્ચ ગણાશે
  • Sbi ની YONO એપ નોમિનેશનની સુવિધા આપે છે ડિજિટલ એકાઉન્ટ માટે નોમિનેશન ફરજિયાત છે અને માત્ર એક જ નોમિની નોમિનેશન માટે પાત્ર છે
  • હોમ બ્રાન્ચમાં લેખિત અરજી કરીને ડિજિટલ એકાઉન્ટ બંધ કરી શકાય છે
  • ચેકબુક માટે ચાર્જિસ સામાન્ય એકાઉન્ટના ચાર્જ સમાન છે
  • ક્લાસિક ડેબિટ કાર્ડ અને વાર્ષિક ચાર્જ પણ સામાન્ય રહેશે
  • પાસબુક નહીં આપવામાં આવે ઓડિયો અને વિડિયો કન્ટેન્ટ સાથેનું સ્ટેટમેન્ટ ગ્રાહકને ઈમેલ કરવામાં આવશે
  • મંથલી ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ આપવામાં આવશે
  • ડિજિટલ એકાઉન્ટ પર સ્ટાન્ડર્ડ સેવિંગ બેન્ક એકાઉન્ટ સમાન ન્યૂનતમ રકમ રાખવી આવશ્યક છે

જો તમે નવા ગ્રાહક હોવ તો SBI ડિજિટલ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું ?

  • એસબીઆઇ યુનો એપ ખોલો અને એકાઉન્ટ ઓપનિંગ સેક્શનમાં જાવ
  • હવે ડિજિટલ એકાઉન્ટ પસંદ કરો અને એપ્લાયના ઉપર ક્લિક કરો
  • E-KYC વિકલ્પ નો ઉપયોગ કરીને ‘OPEN WITH AADHAR USING E-KYC’ સિલેક્ટ કરો અને આગામી પેજ પર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઇડી દાખલ કરો
  • OTP વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરો અને તમારો PAN નંબર દાખલ કરીને ડિકલેરેશન સ્વીકારો
  • હવે તમારી પર્સનલ વિગતો દાખલ કરો અને તમારી સેલ્ફી લો
  • તમારી વાર્ષક આવકની વિગતો અને શૈક્ષણિક વિગતો દાખલ કરો. ધર્મ, વૈવાહિક સ્થિતિ પસંદ કરો તમારા પિતા અને માતાની વિગતો દાખલ કરો. વ્યવસાયનો પ્રકાર પસંદ કરો અને નોમિની વિગતો દાખલ કરો
  • હવે તમારા ડિજિટલ ખાતા માટે તમને જોઈતી સેવા પસંદ કરો અને પછી તમારા કાર્ડનો પ્રકાર પસંદ કરો
  • નિયમો અને શરતો સ્વીકારો ,OTP વેરિફિકેશન પૂર્ણ કરો અને આ સાથે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment