NSE એ “Nifty EV & New Age Automotive Index” નામનો ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વાહન (EV) ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સમાં 33 શેરોનો સમાવેશ થાય છે જે ઓટો, આઈટી, રસાયણો, મૂડી માલ, તેલ અને ગેસ સેક્ટર સાથે સંબંધિત કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઇન્ડેક્સમાં ઓટો સેક્ટર 72.13% વેઇટેજ ધરાવે છે.
ઇન્ડેક્સનો હેતુ EV ઇકોસિસ્ટમમાં સામેલ કંપનીઓ અને નવા યુગના વાહનો અને સંબંધિત ટેક્નોલોજીના વિકાસમાં સામેલ કંપનીઓના પ્રદર્શનને ટ્રેક કરવાનો છે.
ઇન્ડેક્સ માં ટાટા ગ્રુપની 4 કંપનીઓ
- ટાટા કેમિકલ્સ,
- ટાટા એલ્ક્સી,
- ટાટા મોટર્સ
- ટાટા ટેક્નોલોજીસ – ઇન્ડેક્સમાં સામેલ છે.
અન્ય ઉલ્લેખનીય ઘટકોમાં રિલાયન્સ, L&T, KPIT Tech, Jupiter Wagons, JBM Auto, Himadri Specialty Chem અને Gujarat Fluorochemicalsનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સનું રિબેલેન્સિંગ અર્ધવાર્ષિક ધોરણે કરવામાં આવશે.
Nifty EV & New Age Automotive Index ની ડિટેલ્સ
ઇન્ડેક્સની બેઝ તારીખ 2 એપ્રિલ, 2018 છે અને બેઝ વેલ્યુ 1000 નક્કી કરવામાં આવી છે. 2 ટ્રેકર ફંડ – ICICI Nifty EV & New Age Automotive Index ETF અને SBI Nifty EV & New Age Automotive Index ETF – ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
ઇન્ડેક્સ રોકાણકારોને EV ક્ષેત્રમાં રોકાણની તક પૂરી પાડે છે, જે ભારત સરકાર દ્વારા ભારેપણે સમર્થિત છે.
Top Constituents Weightage
Company | Weightage |
Bajaj Auto | 7.08% |
Tata Motors | 6.49% |
M&M | 5.83% |
Maruti | 5.28% |
Exide | 4.78% |
Bosch | 4.56% |
Samvardhan Motherson | 4.45% |
Eicher Motors | 4.42% |