આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.
જેમાં વહાલી દિકરી યોજના નમોલક્ષ્મી યોજના વગેરે છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે જેનો લાભપાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને મળશે
આ યોજનાનો હેતુ એ છે કે ઉચ્ચતર શિક્ષણ માટે વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓના સારા અભ્યાસ માટે રૂપિયા 25000ની સહાય કરવામાં આવશે જેમાં વિજ્ઞાન ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર
આપણે જાણીએ છીએ કે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નું ખૂબ મહત્વ વધી ગયું છે જેથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે તે હેતુ માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજનામાં કયા લાભ મળવા પાત્ર છે કેવી રીતે અરજી કરવી ચાલો આપણે જાણીએ.
આ પણ વાંચો
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 નો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ના હેતુ મુજબ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ ધરાવે આથી આ યોજનામાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 પાત્રતા
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીએ સૌપ્રથમ ધોરણ 10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે
- ત્યારબાદ લાભાર્થીએ ધોરણ 11 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું રહેશે
- લાભાર્થી ના કુટુંબની વાર્ષિક છ લાખથી ઓછી હોવી જોઈએ
- આ પ્રમાણે પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શકાય
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 લાભાર્થીઓને મળવાપાત્ર સહાય
આ યોજનામાં લાભ લેતા લાભાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 25000 ની સહાય આપવામાં આવશે
આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11 માં 10,000 અને ધોરણ 12 માં 15,000 એમ કુલ 25000ની સહાય આપવામાં આવશે
આમ લાભાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 20,000 ચૂકવવામાં આવશે તેમજ બાકીના 5000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે
નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા
- આ યોજના માટે પ્રક્રિયા શાળાના નિયમો દ્વારા કરવાની રહેશે
- આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે
- લાભાર્થી ને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે
- ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી તપાસ કરવામાં આવશે ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે
- લાભાર્થી ની નિયમિતહાજરીની જવાબદારી જેતે શાળાની રહેશે
- જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે જેમાં લાભાર્થીની હાજરી 80% નહીં થાય તેની સહાય બંધ કરી દેવામાં આવશે
- રીપીટર વિદ્યાર્થીઓને આ સહાય નો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે
- જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપ નો લાભ મેળવતો હોય તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો