Honor કંપની દ્વારા Honor X9b 5G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે, આ ફોનનો લુક જોઈને ગ્રાહકો પહેલેથી જ આકર્ષિત થઈ ગયા છે. 16 ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગે એમઝોન જેવી ઈ – કોમર્સ વેબસાઈટ પર વેચાણ શરૂ થઈ ગયું છે.
આ ફોનમાં 108 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરો અને 5800mAh બેટરી આવશે, હાલમાં આ ફોનની પ્રાઈઝ 25,999 છે અને આની સાથે એક્સચેન્જ અને બેંકની બીજી ઘણી બધી ઓફરો ચાલુ થઇ ગઈ છે.
Honor X9b 5G – ફીચર્સ
Honor X9b ડિસ્પ્લે
Honor X9b 5G મોબાઈલ માં 6.78 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આવશે, તેનું સ્કીમ રિઝોલેશન 1200 x 2652 આવશે, ડિસ્પ્લે માં 19.9:9 એસ્પેક્ટ રેશિયો હશે અને 120 hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.
Honor X9b પ્રોસેસર
આ Honor ફોન Qualcomm Snapdragon 6 Gen 1 SoC પ્રોસેસર પર ચાલશે. તે Android 13 પર આધારિત MagicOS 7.2 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સાથે 8GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા પણ મળી છે.
Honor X9b કેમેરા
આ મોબાઈલમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે.
- પ્રાથમિક કેમેરા 108 મેગા પિક્સલ સેન્સર છે.
- સેકન્ડરી કેમેરામાં 5-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને ડેપ્થ સેન્સર છે
- ત્રીજા કેમેરામાં મેક્રો લેન્સ સાથે 2-મેગાપિક્સલનો સેન્સર છે. તેમાં 8x સુધીની ડિજિટલ ઝૂમની સુવિધા પણ છે.
Honor ફોનમાં ફ્રન્ટકેમેરો 16-મેગાપિક્સલનો છે.
Honor X9b કિંમત અને ઓફર
આ મોબાઇલમાં 8GB + 256GB સ્ટોરેજ આવશે છે, અને તેની કિંમત 25,999 રૂપિયા છે. જો ગ્રાહક ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરીને આ ફોન ખરીદે તો 3,000. ડિસ્કાઉન્ટ મળી જશે. તે હવે મિડનાઈટ બ્લેક અને સનરાઈઝ ઓરેન્જ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનનું વેચાણ 16 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા થી એમેઝોન પર ચાલુ થઇ ગયું છે.