ટુ વ્હીલર સેગમેન્ટ માં સૌથી સસ્તું ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માગતા ગ્રાહકો માટે પ્રખ્યાત ટુ વ્હીલર ઉત્પાદક કંપની હીરો દ્વારા ઓછી સ્પીડ સાથેનું સૌથી સસ્તું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર નાના બાળકો પણ ચલાવી શકે છે, આ સ્કૂટર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના પણ ચલાવી શકો છો. આ ઇલેક્ટ્રીક સ્કૂટર સામે કોઈપણ પ્રકારની ચલણની કાર્યવાહી થઈ શકશે નહીં.
જો તમે પણ તમારા માટે આવું જ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માંગતા હોવ તો આજે આ લેખ દ્વારા અમે તમને હીરોના જોરદાર ઇલેક્ટ્રીક સ્કૂટર વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Hero Electric Atria LX Range
હીરોના આ ઈલેક્ટ્રીક સ્કૂટર ની રેન્જની વાત કરીએ તો રેન્જ પણ બહુ જોરદાર આવે છે. કંપનીએ આ ઇલેક્ટ્રીક સ્કૂટર ની અંદર 250 વોટ ની મોટરનો ઉપયોગ કર્યો છે, આમાં બેટરી પણ બહુ જ સારી આવે છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટરને 100% ચાર્જ થવા માં 5 કલાકનો સમય લાગે છે અને સિંગલ ચાર્જમાં 85 કિલોમીટર સુધી સરળતાથી તમે ચલાવી શકો છો. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 km/Hr ની હોય છે.
Hero Electric Atria LX Features
હીરોના આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં ચાર્જિંગ સપોર્ટ અને બ્લુટુથ જેવી કનેક્ટિવિટી ની સિસ્ટમ આપવામાં આવી છે, આ સિવાય પણ બહુ જોરદાર ફીચર છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટરમાં સૌથી ખાસ વાત એ છે કે તમે લાયસન્સ વગર પણ ચલાવી શકો છો. તમારી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં ટ્યુબલેસ ટાયર આવે છે. આ સ્કૂટરને Drum બ્રેક હોય છે. આ સ્કૂટરને પર એક ડિસ્પ્લે આપેલી હોય છે જેમાં તમને ડિજિટલ ક્લોકનો પણ ઉપયોગ કરવામાં મળી જશે, સ્પીડોમીટર પણ ડિજિટલ પ્રકારનું આવશે અને આ સ્કૂટરમાં ત્રણ વર્ષની બેટરી વોરંટી આપવામાં આવશે અને ત્રણ વર્ષની વ્હીકલ વોરંટી પણ આપવામાં આવશે.
Hero Electric Atria LX Price
હીરો ના આ ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત વાત કરીએ તો કિંમતની બાબતે 2024 માં અત્યાર સુધીનું સૌથી સસ્તુ ભારતીય ઇલેક્ટ્રીક સ્કૂટર છે. માર્કેટમાં માત્ર 77000 રૂપિયા થી શરૂઆત થાય છે.