જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત આ યોજના ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય માટે આરટીઇ એડમિશન 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના આ યોજનામાં વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામાં આવે છે
જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પાત્રતા
આ સ્કોલરશીપ યોજનામાં સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે
સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ ઉત્તીર્ણ કરેલું હોય
અથવા આરટીઇ એડમિશન યોજના હેઠળ સ્વનિર્ભર શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલ
પરીક્ષા ફી
આજ સ્કોલરશીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની પરીક્ષા ફી રાખવામાં આવેલી નથી
કસોટી નું માળખું
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેમાં કસોટી નું માળખું નીચે પ્રમાણે છે
- આ કસોટી નું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે તથા સમય 150 મિનિટનો રહેશે
- કસોટી નું પ્રશ્ન પેપર ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ માં પરીક્ષા આપી શકશે
સ્કોલરશીપ ની રકમ
આ યોજનામાં વિદ્યાર્થી ને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે
- ધોરણ નવ અને દસમા વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળવા પાત્ર છે
- ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂપિયા 25000 સ્કોલરશીપ મળવા પાત્ર છે
જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા
આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયાની છે મુજબ છે
- સૌપ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે
- ત્યાર પછી કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ
- સિલેક્શન લીસ્ટ જાહેર કરવામાં આવશે
- ત્યાર પછી જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે
- ત્યાર પછી ફાઇનલ મેરીટ લીસ્ટ અને સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઇન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા નીચે પ્રમાણે છે
- સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઈટhttps://www.sebexam.org/ પર જવાનું રહેશે
- તેમાં અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો
- તેમાં જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો
- ત્યાર પછી ઓપન થયેલા ફોર્મ માં વિદ્યાર્થીનો આધાર યુડીઆઇ નંબર ખાતાના વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે
- ત્યાર પછી માંગવામાં આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહી અપલોડ કરો
- છેલ્લે તમારો ફોર્મ ચકાસણી કન્ફોર્મ આપો
- આ ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખો જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો