માત્ર 10 લાખ આવી રહી છે આ ટાટા મોટર, NCAP દ્વારા 5 સ્ટાર ગ્લોબલ એડલ્ટ સુરક્ષા રેટિંગ આપવામાં આવી છે

સૌથી લોકપ્રિય કારની વાત કરીએ તો તે આવે છે ટાટાની કાર, અને ટાટાની બધી જ કારો બહુ સુરક્ષિત હોય છે. લોકો પોતાની ફેમિલી ની સુરક્ષા માટે ટાટા કારનો ઉપર બહુ ભરોસો કરે છે. ટાટા મોટર્સ પણ લોકોની સુરક્ષાના બાબતે બહુ જ તકેદારી રાખે છે અને કોઈ પણ ટાટાની કાર લઈ લો સુરક્ષાની બાબતે એનો પહેલો નંબર આવશે. આજે આપણે એવી જ એક કારની વાત કરવા જઈ રહ્યા છે જે ટાટા દ્વારા લોન્ચ ટૂંક સમયમાં લોંચ કરવામાં આવી શકે છે.

ટાટા મોટર લિમિટેડ દ્વારા દર વખતે તેમની નવી ગાડીમાં અલગ અલગ ટેકનોલોજી વાપરવામાં આવે છે, ટાટા ફરી લોન્ચ કરી રહી છે એક નવી મોટર જેમાં બધી જ સુવિધા ઉપલબ્ધ છે.

ટાટા કારમાં લેટેસ્ટ ટેકનોલોજી અને પાવર એન્જિન વાપરવામાં આવ્યું છે ટૂંક સમયમાં આ ગાડી માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે આ ગાડી નું નામ છે Tata Altroz Racer.

હ્યુન્ડાઇની નવી EV કાર લોન્ચ : Kia Seltos અને MG Astor Blackstorm ને આપશે ટક્કર

ટાટા અલ્ટ્રોઝ રેસર કારની સુવિધા

Tata Altroz Racer 1198 સીસી પેટ્રોલ એન્જિન સાથે આવશે અને આ એન્જિનમાં મેન્યુઅલી ટ્રાન્સમિશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટાટા કાર હેચબેક સિસ્ટમ સાથે મેક્સિમમ પાવર 118.35bhp હશે અને જેનું એન્જિન 1198cc સુધીનું પાવર જનરેટ કરી શકશે.

ટાટા અલ્ટ્રોઝ રેશર કારનું પાવરફુલ એંજીન 

Tata Altroz Racer એન્જિન ટાઈપ ની વાત કરીએ તો એમાં ટર્બો એન્જિન નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 1198 સીસી નું છે અને જેનું મેક્સિમમ પાવર 118.5bhp છે. જેમાં ચાર સિલિન્ડર છે અને ચાર સિલિન્ડરમાં ફ્યુલ સપ્લાય સિસ્ટમ ડાયરેક્ટ ઇન્જેક્શન દ્વારા થાય છે અને Turbo Charger નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 6 ગિયર બોક્સ છે જેના દ્વારા સ્પીડ નક્કી કરવામાં આવશે.

ટાટા અલ્ટ્રોઝ રેસર કારની ડિઝાઇન 

ટાટા અલ્ટ્રોઝ રેસર કારની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં છ એરબેગ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 10.25 ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. 7″ TFT ડિજિટલ ક્લસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાયરલેસ ચાર્જર નો પણ ઉપયોગ કરવામાં આવે છે. LED DRLs નો ઉપયોગ કરવામાં આવે છે. R16 diamond cut alloy wheels વાપરવામાં આવ્યા છે જે સુરક્ષાની દષ્ટિએ સારા હોય છે. કારની અંદરની વાત કરીએ તો તેમાં Rear AC vents નો સમાવેશ કરવામાં આવ્યો છે. Ventilated સીટ છે જે બેસવા માટે આરામદાયી હોય છે. બીજા એક ખાસ ફીચર્સ ની વાત કરીએ તો આ કારમાં Voice Activated Electric Sunroof સાથે shark fin antenna નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Tata Altroz Racer નું પરફોર્મન્સ 

ટાટા કારના પરફોર્મન્સ ની વાત કરીએ તો આમાં બહુ જોરદાર પર્ફોર્મન્સ છે કેમકે આનું પાવર 5500 rpm સુધીનું છે અને Torque ની વાત કરીએ તો 4000 rpm સુધીનો છે.

  • Max Power PS @ rpm- 120PS @ 5500 rpm
  • Max Torque Nm@ rpm- 170Nm @ 1750 to 4000 rpm

ટાટા અલ્ટ્રોઝ રેસર કાર ની સુરક્ષા 

ટાટાની કાર સુરક્ષાની બાબતમાં તો બધી સારી જ હોય છે પરંતુ આ કાર ની વાત જ કંઈક અલગ છે કેમકે ઈન્ડિયાની સૌથી સુરક્ષિત હેચ બેક કારમાં આનો સમાવેશ થાય છે.

5 star Global NCAP adult safety rating આપવામાં આવ્યું છે જે એડલ્ટ સેફ્ટી માટે છે. આ કાર ને  ગોલ્ડ સ્ટાન્ડર્ડ રેટિંગ આપવામાં આવી છે જે માત્ર સેફટી માટે નહીં પરંતુ ડિઝાઇન. ટેકનોલોજી, ડ્રાઇવિંગ ડાયનેમિક અને કસ્ટમર Delight ને ધ્યાન માં લે છે.

ટાટા અલ્ટ્રોઝ રેસરની લોન્ચ તારીખ 

ટાટા મોટર દ્વારા હજી કોઈ લોન્ચ  તારીખ ફિક્સ કરવામાં આવી નથી પરંતુ ન્યુઝ મુજબ અંદાજિત તારીખ 20 માર્ચ 2024 છે.

ટાટા અલ્ટ્રોઝ રેસરની કિંમત 

ટાટા અલ્ટ્રોઝ રેસર કારની અંદાજિત કિંમત 8.50 લાખથી 10 લાખ સુધીની હોઈ શકે છે.

Leave a Comment