ભાજપ સરકાર આ સેકટર્સ માં કરશે રોકાણ, અત્યારે રોકાણ કરવાથી થઇ શકે છે છપ્પરફાડ કમાઈ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર છે જેના પર નવી એનડીએ સરકાર ધ્યાન આપવાનું ચાલુ રાખશે. આ સાથે રિન્યુએબલ એનર્જી અને ટેક્નોલોજીમાં રોકાણ કરી શકે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ, રોકાણકારોએ રોકાણ કરતા પહેલા વેલ્યુએશનને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ની સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો મળી નથી. જોકે એનડીએને બહુમતી મળી છે. આ સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. રોકાણકારોની નજર એવા ક્ષેત્રો પર છે જે એનડીએ સરકાર હેઠળ સારી વૃદ્ધિ જોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહ્યું છે. સરકારે FY25માં મૂડી ખર્ચ માટે ફાળવણી વધારીને રૂ. 11.1 લાખ કરોડ કરી છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

નવી એનડીએ સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેવાનું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરવાથી દેશનો આર્થિક વિકાસ ફટાફટ થશે. એક તરફ, નવી સરકાર પહેલેથી જ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને બીજી તરફ તે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) પર ધ્યાન વધારવું એ એક સારું પગલું હશે.

પટ્રોલ થી પણ સસ્તી ચાલશે આ Bajaj CNG Bike: ભારતમાં થઇ લોન્ચ અહીંથી જોવો કિંમત

રિન્યુએબલ એનર્જી

પીએમ મોદીની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રિન્યુએબલ એનર્જી પર બહુ વધારે ધ્યાન કેન્દ્રિત કરેલ છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને નેશનલ સોલાર મિશન તેના ઉદાહરણો છે. રોકાણકારો રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સોલર, વિન્ડ અને અન્ય કંપનીઓમાં રોકાણ કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર આ ક્ષેત્રને કર મુક્તિ સહિત અન્ય પ્રોત્સાહનો આપશે.

ટેકનોલોજી અને આઇટી સેવાઓ

ભારતીય IT કંપનીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. હવે દેશમાં સ્ટાર્ટઅપ્સની એક ઇકોસિસ્ટમ પણ બની છે. સરકાર ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. આવી સ્થિતિમાં ટેકનોલોજી આધારિત ફંડ કે કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન અને સાયબર સિક્યોરિટી સંબંધિત કંપનીઓમાં પણ રોકાણની તકો હશે.

નાણાકીય સેવાઓ

નિષ્ણાતોનું કહેવું છે કે સરકારનું ધ્યાન નાણાકીય સમાવેશ અને આર્થિક સુધારા પર રહેશે. જન ધન યોજના, GST ની રજૂઆત અને બેંકિંગ ક્ષેત્રમાં સુધારાએ નાણાકીય વૃદ્ધિ માટે મજબૂત પાયો નાખ્યો છે. તેથી, બેંકો, NBFC અને વીમા કંપનીઓના શેરોમાં રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે.

હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ

કોવિડ રોગચાળાએ મજબૂત આરોગ્યસંભાળ પ્રણાલીનું મહત્વ દર્શાવ્યું છે. સરકાર આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા હેલ્થકેર પર ફોકસ વધારી રહી છે. સરકારનું ધ્યાન લોકોને ઓછા ખર્ચે સારી આરોગ્ય સેવાઓ આપવા પર હોઈ શકે છે.

ખાંડ કંપનીઓના શેર બન્યા રોકેટ, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત, 13% સુધીનો વધારો જોવા મળ્યો

એગ્રીકલ્ચર અને એગ્રીટેક

ખેતી આજે પણ ભારતીય અર્થતંત્રનો આધાર છે. તેથી જ સરકારનું ધ્યાન ખેડૂતોની આવક વધારવા પર કેન્દ્રિત થયું છે. નવી એનડીએ સરકારનું ધ્યાન પણ કૃષિ ક્ષેત્રમાં સુધારા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની, ખાસ કરીને ખેડૂતોની આવક વધારવા પર રહેશે.

Leave a Comment

close