વ્હાલી દીકરી યોજના: ગુજરાત સરકાર દ્વારા આ યોજનામાં દીકરીઓને ₹ 1,10,000ની સહાય આપવામાં આવે છે જાણો સંપૂર્ણ માહિતી

ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવી રહી છે જેમ કે બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે યોજના બહાર પાડવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષા સલામતી અને વિકાસ માટે વુમન એન્ડ ચિલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલ છે શું તમે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને અહીં પોસ્ટમાં વહાલી દિકરી યોજના વિશે પૂરી જાણકારી બતાવવામાં આવી છે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે જેવી કે
મહિલાઓને સામાજિક અને આર્થિક સુરક્ષા માટે આ યોજનાઓ નીચે મુજબ છે

  • વિધવા સહાય યોજના
  • ગંગાસ્વરૂપ આર્થિક પુન:ગ્લગ્ન યોજના
  • વ્હાલી દીકરી યોજના વગેરે

એવી જ રીતે સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે

  • 181 મહિલા અભયમ
  • સખી વન સ્ટોપ સેન્ટર
  • પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર
  • સંકટ સુખી મોબાઇલ એપ્લિકેશન વગેરે
  • પરંતુ આજે આપણે આ આર્ટીકલ દ્વારા વહાલી દિકરી યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવશું

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાહલી દીકરી યોજના 2024 બહાર પાડેલ છે આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મની પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં એક લાખ 10 હજાર રૂપિયાનો લાભ મળે છે

વ્હાલી દીકરી યોજના 2024 નો હેતુ

વાલી દિકરી યોજના ના મુખ્ય ઉદ્દેશ અને હેતુ નીચે મુજબ છે

  • દીકરી નો જન્મદર માં વધારો કરવો
  • દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું
  • દીકરી અથવા સ્ત્રી નું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું
  • બાળ લગ્ન થતાં અટકાવવા
  • દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો

આ પણ વાંચો 

Vahali Dikri Yojana 2024ની લાભાર્થીની પાત્રતા

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે પ્રમાણે છે

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ
  • દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે
  • માતા- પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે )હોય તેમને લાભ મળશે
  • એકલ માતા પિતાના કિસ્સામાં એક કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે
  • માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડીયન તરીકે લાભાર્થી ડિગ્રી માટે અરજી કરી શકે છે
  • બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની આ યોજનાનો લાભ મળી શકે છે

વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર નો લાભ મળે છે

પ્રથમ હપ્તા પેટે
લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000 મળવા પાત્ર થશે
બીજા હપ્તા પેટે
લાભાર્થી દીકરી ધોરણ નવમાં પ્રવેશ વખતે 6000 મળવા પાત્ર થશે
છેલ્લા હપ્તા પેટે
દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ

વ્હાલી દિકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે છે જેની યાદી નીચે પ્રમાણે છે

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર
  • માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ
  • માતા અને પિતાના બંને નું જન્મ નું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતી ના પોતાના હયાત તમામ બાળકોના જન્મ ના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા પિતા નું લગ્ન નું સર્ટિફિકેટ
  • સ્વ ઘોષણા નો નમુનો
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • લાભાર્થી દીકરી અથવા માતા-પિતાની બેંક ખાતાની પાસબુક

વ્હાલી દીકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા સોગંદનામાં બાબતે નવી જોગવાઈ કરેલી છે
ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે
જે અનન્વયે વ્હાલી દીકરી યોજનાના સોગંદનામાની જોગવાઈમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે
જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વાહલી દીકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યું છે
હવે એફી ડેવિટને રદ કરીને સ્વ ઘોષણા પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે

વ્હાલી દીકરી યોજના સ્વ ઘોષણા નો નમુનો

સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ ઘોષણા કરી શકાશે આ વિભાગ દ્વારા વહાલી દિકરી યોજના સ્વ ઘોષણા નો નમુનો બહાર પાડવામાં આવેલ છે જેનો નમૂનો ડાઉનલોડ ની લીંક દ્વારા કરી શકાશે

વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન અરજી કરી શકાય છે
    આ યોજનાની ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે
    https://digital-gujarat-portal/
  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી અલગ અલગ રીતે લોકો કરતા હોય છે
  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો વીસીઈ પાસે જવું
  • જો લાભાર્થી દિકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના તાલુકાઓ ઓપરેટર અથવા
  • જનસેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે
  • લાભાર્થીની દીકરી ના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વાહલી દીકરી યોજના ફોર્મ પીડીએફ બનાવીને આપવાનું રહેશે
  • તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે
  • ગ્રામ્ય વીસી અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાહલી દીકરી યોજનાનું ફોર્મ ચકાસણી કરશે
  • ત્યારબાદ વીસી અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિસિયલ લોગીન દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે

વ્હાલી દિકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી ?

વ્હાલી દિકરી યોજના માટે ઓનલાઇન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે પરંતુ આ ઓનલાઇન સેવા સરકારશ્રી દ્વારા જેમના ડિજિટલ ગુજરાત પોર્ટલ ના એસએસઓ લોગીન બનાવેલ છે તેવા લોકો જ આ યોજનાની ઓનલાઇન અરજી કરી શકે છે

વ્હાલી દીકરી યોજના 2024 પીડીએફ ક્યાંથી મેળવવી

કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાહલી દીકરી યોજના pdf ફોર્મ તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકો છો
https://www.sarkariyojanaguj.com/wp-content/uploads/2022/05/Download-Self-Declaration-Format.pdf
ગ્રામ સ્તરે વીસીઈ પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે
તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના વિધવા સહાય યોજના ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર પર જોઈને ફોર્મ મેળવી શકાશે તથા ઓનલાઇન એપ્લિકેશન પણ કરી શકાશે
જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્ય એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે
ઓફિસિયલ વેબસાઈટ
https://wcd.gujarat.gov.in/

હું આશા રાખું છું કે આપ સૌને અમારો આ લેખ ગમ્યો જ હશે જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment