ગુજરાત શિક્ષણ સહાય યોજના ધોરણ 1 થી લઈને પીએચડી સુધી વિદ્યાર્થીને 25000 સહાય મળશે. જાણો માહિતી

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હેત અને ધ્યાનમાં રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે રાજ્ય સરકાર પણ અનેક કલ્યાણકારી યોજનાઓ બહારવાળી છે ખેડૂતો માટે આખું આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે સમાજના નબળા વર્ગના લોકો માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે પરંતુ આજે આપણે શ્રમયોગી વિભાગ દ્વારા નવીન લોન્ચ કરેલ શિક્ષણ સહાય યોજના 2024 વિશેની વાત કરીશું

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે જેમાં શ્રમિકોના આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટેની યોજનાઓ છે જેમાં પ્રસુતિ યોજના શ્રમયોગી સહાય યોજના વગેરે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે.

શિક્ષણ દ્વારા સમાજના નબળા વર્ગોની આગળ લાવી શકાય જેમાં સમાજમાં બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા બાળકો માટે આ યોજના બહાર પાડે છે જેમાં શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ સુધીની સહાય મળે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 શરૂ કરવામાં આવી છે

આ આર્ટીકલ દ્વારા આજે આપણે  શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 શું છે,આ યોજના માં શું શું સહાય મળવા પાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 ની અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી મેળવીશું

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 નો લાભ મેળવવા માટે નિયમો અને શરતો shikshan sahay yojana gujarat 2024

  • આ યોજનાનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિકો ફરજીયાત છે
  • બાંધકામ શ્રમિકે નિર્ધારિત સમયે મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • અરજદારના બે બાળકોને જ આ યોજનાનો લાભ મળશે
  • અરજદારને જો બે બાળકો હોય તો તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે
  • બાળકોની ઉંમર વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ
  • અરજી કરનાર ને પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપગ હોય તો તેને વય મર્યાદામાં લાગુ પડશે નહીં
  • આ યોજનાનો લાભ શૈક્ષણિક વર્ષમાં પહેલું ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે
  • જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે વર્ષના ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર થશે
  • જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેઓને આ યોજના ની સહાય મળશે નહિ.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે તેની અરજી રદ થઈ શકે છે

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 ના મળવાપાત્ર સહાય shikshan sahay yojana gujarat 2024

  • આ યોજનામાં વિવિધ લાભો છે જેમાં શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસ માટે સહાય મળે છે જેમાં રૂપિયા 30,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે
  • આ સહાય ની  વધુ માહિતી નીચે મુજબ આપેલ છે.
  • ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 500 રૂપિયા સહાય મળશે
  • ધોરણ પાંચ થી નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 1000 રૂપિયા સહાય મળશે
  • ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 2500 રૂપિયા સહાય મળશે
  • આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5000 રૂપિયા મળશે
  • પીટીસી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 5000 મળશે
  • ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 7500 સહાય મળશે
  • કોર્સ કરતા વિદ્યાર્થીઓને 15000 રૂપિયા સહાય મળશે
  • પીજી કોર્સ કરતાં વિદ્યાર્થીઓ 20,000 સહાય મળશે
  • મેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથીક આયુર્વેદિક વગેરે જેવી ડીગ્રી હાંસલ કરતા વિદ્યાર્થીઓને ₹1,000 સહાય મળશે
  • મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીને 25000 સહાય મળશે
  • પીએચડી કરતા વિદ્યાર્થીને 25000 સહાય મળશે.

કેવી રીતે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી? shikshan sahay yojana gujarat 2024

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની યોજનાની સહાય મેળવવા માટે નોંધણી કરાવવાની રહેશે .જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે એ નિર્માણ કાર્ડ નોંધણી કરાવી શકાશે અને એ નિર્માણ કાર્ડ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વિવિધ યોજના માં અરજી કરી શકે છે

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજ document જરુરી છે.

  • આધારકાર્ડ ની નકલ
  • બોનાફાઇડ નું સર્ટિફિકેટ
  • બેંકની પાસબુક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું પરિણામ
  • શાળા કે કોલેજમાં ફી ભરેલી પહોંચ
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક

 શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? shikshan sahay yojana gujarat 2024

રાજ્યના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની ઓનલાઇન અરજી કરી શકશે

  • સૌપ્રથમ google માં જઈને સન્માન પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • ત્યારબાદ પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • રજીસ્ટ્રેશન દરમિયાન તમને આઈડી અને પાસવર્ડ મળશે
  • રજીસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછવામાં આવશે તે ભરવાની રહેશે અને ક્રિએટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે.
  • પછી તમારે શિક્ષણ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચીને accept બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ apply બટન પર ક્લિક કરવાનું રહેશે
  • પછી તમારે પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે
  • જેમાં શ્રમિક તરીકે તમારે ઓળખકાર્ડ ની વિગતો વિદ્યાર્થીની માહિતી અને સરનામું લખવાનું રહેશે
  • હવે તમારી સેવ બટન ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે સ્કીમ ડીટેલ ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે
  • ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે
  • ત્યારબાદ માંગે મુજબના દસ્તાવેજો અપલોડ કર્યા બાદ નિયમો વાંચવાના રહેશે
  • તમામ નિયમો અને શરતો હું ઉપરની બધી શરતો થી સહમત છું તે સિલેક્ટ કરવાનું રહેશે અને બટન પર ક્લિક કરવાનું રહેશે
    છેલ્લે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને અરજી નંબર મળશે જેને સાચવીને રાખવાનો રહેશે.

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment

close