સેમસંગ ગેલેક્સી ફોન લોન્ચઃ સેમસંગે ભારતીય બજારમાં વધુ બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Samsung Galaxy A25 અને Samsung Galaxy A15 ફોન હવે ભારતીય યુઝર માટે ઉપલબ્ધ છે. આ બંને 5G નેટવર્કને પણ સપોર્ટ કરે છે.
2023માં સેમસંગના ઘણા સ્માર્ટ ફોન માર્કેટમાં આવ્યા અને યુઝરનો વિશ્વાસ જીત્યો. તાજેતરમાં, આ દક્ષિણ કોરિયન ટેક જાયન્ટે ભારતમાં બે નવા સ્માર્ટફોનનું અનાવરણ કર્યું છે, જે Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G છે. Galaxy A25 5G ફોનમાં 50MP ટ્રિપલ કેમેરા, સુપર AMOLED ડિસ્પ્લે અને અન્ય સુવિધાઓ છે.
Samsung Galaxy A25 5G ની વિગત
Samsung Galaxy A25 5G સ્માર્ટફોનમાં 1000 nits બ્રાઇટનેસ સાથે 6.5-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે છે. સ્પષ્ટ આઉટડોર વિઝિબિલિટી માટે તેમાં વિઝન બૂસ્ટર ફીચર છે. ઉપરાંત, તે હાનિકારક વાદળી પ્રકાશને ઘટાડવા માટે આઇ કમ્ફર્ટ શિલ્ડ ધરાવે છે.
Galaxy A25 5G માં સિંગલ ટેક, રીમાસ્ટર, ઑબ્જેક્ટ ઇરેઝર જેવી સુવિધાઓ સાથે 50MP (OIS) ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફ્રન્ટ પર 13MP સેલ્ફી શૂટર પણ છે. તે Exynos 1280 SoC ચિપ સેટથી સજ્જ છે. ઉપરાંત, તે 8GB રેમ, 256 GB સ્ટોરેજ સાથે આવે છે.
Samsung Galaxy A15 5G સ્માર્ટફોન ની વિગત
Samsung Galaxy A15 5G સ્માર્ટફોનમાં 6.5-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે. પાછળના ભાગમાં, VDIS સાથે 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં MediaTek ડાયમેન્શન 6100+ પ્રોસેસર, 8GB RAM, 256GB સ્ટોરેજ છે.
નોક્સ વૉલ્ટ ચિપસેટ
Samsung Galaxy A25 5G, Galaxy A15 5G સ્માર્ટફોન નોક્સ વૉલ્ટ ચિપસેટથી સજ્જ છે.
Sensitive data ની સુરક્ષા સાથે સાથે નીચે મુજબ ની સુવિધા આપે છે,
- PINs
- Passwords
- Patterns
- Quick Share
- Samsung Wallet
- Auto Blocker
- Privacy Dashboard
- Samsung Passkey
આ બંને સ્માર્ટફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી પણ છે.
બંને સેમસંગ ગેલેક્સી ફોન ની કિંમત અને અન્ય વિગતો
Smartphone Model | Color Options | RAM + Storage Variants | Price (INR) | Availability |
---|---|---|---|---|
Samsung Galaxy A25 5G | Blue Black, Blue, Yellow | 8GB RAM + 128GB Storage | Rs. 26,999 | Available from January 1, 2024 |
8GB RAM + 256GB Storage | Rs. 29,999 | |||
Samsung Galaxy A15 5G | – | 128GB Storage | Rs. 19,499 | Available from January 1, 2024 |
256GB Storage | Rs. 22,499 |