નમસ્કાર ખેડૂતો શું તમે પણ ખેડૂત છો અને પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024 નો લાભ મેળવવો ઈચ્છો છો તો આજે જ અમે તમને પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024 વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.
આ ઉપરાંત આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ સંપૂર્ણ માહિતી આપીશું
પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024
મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024 મુજબ ભારતના દરેક રાજ્યના ખેડૂતને પીએમ કુસુમ સોલાર પંપ યોજના દ્વારા શરૂ કરવામાં આવેલ સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસીડી સહાય આપવામાં આવે છે આ ઉપરાંત આ યોજના દેશના દરેક રાજ્યના ખેડૂતોને વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે
પીએમ કુસુમ સોલાર પંપ યોજના
- ભારતમાં દરેક રાજ્યના ખેડૂતોને સૌર ઊર્જા નો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કોષોનું સોલાર પંપ યોજના 2024 માં શરૂ કરવામાં આવી છે
- આ યોજનાનો મુખ્ય હેતુ ડીઝલ દ્વારા ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવો એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે
- પીએમ કુસુમ સોલાર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતને સિંચાઈ માટે સૌર ઊર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 75% સબસીડી આપવામાં પણ આવે છે
- આ યોજનામાં વધુ રસ ધરાવતા ખેડૂતો નીચે આપેલી સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકે છે
પીએમ કુસુમ સોલાર પંપ યોજનાનું મુખ્ય હેતુ
- કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલાર પંપ યોજના નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં ખર્ચાળ સિંચાઈ ઓછી કરવાનો છે
- આ યોજના મુજબ ડીઝલ પંપ નો ઉપયોગ ઓછો કરી શકાય
- સોલાર પંપ અપનાવવા જેથી પર્યાવરણ નુકસાન અટકાય અને સિંચાઈ ઓછી ખર્ચાળ બને ડીઝલ પંપ બંધ કરી શોર પંપ અપનાવો
- બીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા
પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024 લાભાર્થીની પાત્રતા
- ખેડૂત માટે સૌર ઊર્જા સંચાલિત પંપ મેળવવા માટે નીચેની પાત્રતાઓ અનુસરવી પડશે
- યોજના માટે અરજી કરનાર મૂળ ભારતનો વતની હોવો જોઈએ
- દરેક ખેડૂત પાસે પોતાની જમીનની વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
- યોજનાની લાભાર્થી જંગલ વિસ્તારનો રહેવાસી હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ
- લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024 જરૂરી દસ્તાવેજો
- લાભાર્થી નું આધારકાર્ડ
- લાભાર્થીની બેન્ક એકાઉન્ટની પાસબુક
- લાભાર્થીની જમીન દર્શાવતો પત્રક
- લાભાર્થી નો મોબાઇલ નંબર
- લાભાર્થીનો સરનામું અને પ્રુફ
- લાભાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- લાભાર્થીનો આવકનો દાખલો
- લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
પીએમ કુસુમ માં સોલાર પંપ યોજના 2024 મળવા પાત્ર લાભો
- ડીઝલ થી ચાલતા પમ્પોમાં ઘટાડો થશે તેમ જ સૌર ઉર્જા નો ઉપયોગ વધશે
- ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ના 60% સુધી સબસીડી આપવામાં પણ આવશે
- આ યોજનાથી ગરીબ ખેડૂતો પણ તેમની ખેતીમાં સંપૂર્ણ ખેતી કરી શકશે જેથી તેનો પાક પણ સારો થાય
- આ યોજનાથી ડીઝલનો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ પણ થશે
- ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જેવી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે
- કુસુમ યોજના શરૂ થવાથી નાણાની અછત પણ દૂર થશે અને ખર્ચા પણ ઓછા થશે જેથી ખેડૂતોને ઘણો ફાયદો રહેશે
pm કુસુમ સોલાર પંપ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
- ખેડૂતો જો તમે પીએમ કુસુમ સોલાર પંપ યોજના માટે ઓનલાઇન કરવાની ઈચ્છતા હોય તો નીચેના પગલાંઓ અનુસરવા જોઈએ
- સૌપ્રથમ google માં જઈ https://pmkusum.mnre.gov.in/ સર્ચ કરો
- આ યોજના સત્તાવાર પોર્ટલ ખોલશે
- ત્યારબાદ નવા અરજદારે પોતાનું નવું ખાતું બનાવી લોગીન કરવાનું રહેશે લોગીન પ્રક્રિયામાં યુઝર આઇડી અને પાસવર્ડ મોબાઇલ પર SMS દ્વારા મોકલવામાં આવશે
- પોર્ટલ લોગીન કર્યા બાદ અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો
- હવે નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે
- નવા ફોર્મ માં જણાવ્યા પ્રમાણે બધી જ માહિતી ભરવી
- ફોર્મ ભર્યા બાદ એક ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરવું
- એકવાર સબમીટ કર્યા બાદ યુઝર આઇડી અને પાસવર્ડ મોબાઇલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે
- એસએમએસ મેળવ્યા બાદ તમે પીએમ કુસુમ યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો