પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો આદિવાસી જાતિના લોકો વિમુક્ત અને વિચલિત જાતિઓ પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી અને તેઓ જર્જરીત હાલતમાં છે તેવા ગરીબ પરિવારને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આર્થિક રીતે મદદરૂપ થાય છે
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગ માટે ડાયરેક્ટ ડેવલોપિંગ ફેર દ્વારા પણ અલગ અલગ યોજના ઓનલાઈન એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચાલે છે જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા કેવી રીતે ભરવા કેવી રીતે અરજી કરવી તેના માટે શું શું પાત્રતા કરેલી છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીએ
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 યોજના નો ઉદેશ
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવાર આદિવાસી જાતિના લોકો વિમુક્ત અને વિચારી જ જાતિઓના લોકો પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે પોતાનું નવું ઘર બનાવવા આ યોજના શરૂ કરવામાં આવી છે જેના દ્વારા ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારો પોતાનું નવું મકાન મેળવી શકે
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 લાભાર્થીઓની પાત્રતા
પંડિત દિન દયાળ યોજના નો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરેલી છે જે નીચે પ્રમાણે છે
- લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ
- લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ
- અરજદાર વિચરતી વિમુક્ત જ્ઞાતિનો હોવો જોઈએ
- કુટુંબની વાર્ષિક આવક 6,00,000 કરતા ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવા પાત્ર થાય છે
- ઘરવિહોણા અરજદારોને ગામડામાં અને શહેરમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ
- ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાc યોજના 2024 મળવાપાત્ર સહાય ની રકમ Pandit Din Dayal Aavas yojana
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતી વિમુક્ત વિભાગ કાર્યરત છે જે વિભાગ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે
- આ યોજના હેઠળ પ્રથમ હપ્તામાં 40 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે
- આ યોજના હેઠળ બીજા હપ્તામાં 60000 રૂપિયાની સહાય આપવામાં આવે છે
- આ યોજના હેઠળ ત્રીજા હપ્તામાં 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો Pandit Din Dayal Aavas yojana
પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ પંડિત દિન દયાળ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે જેની યાદી નીચે પ્રમાણે છે
- લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- અરજદારની જાતિ નો દાખલો
- આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી પરંતુ જો શિક્ષિત હોય તો
- લિવિંગ સર્ટિફિકેટ lc રજૂ કરવાનું રહેશે
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (આધારકાર્ડ વીજળીનું બિલ લાઇસન્સ ચૂંટણીકાર્ડ રેશનકાર્ડ કોઈપણ એક રજૂ કરવાનું રહેશે)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની
- એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
- જમીન માલિકી નું આધાર કે ડોક્યુમેન્ટ
- ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સીટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય
- મંજૂર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- બીપીએલ નો દાખલો (હોય તો)
- પતિના મરણ નો દાખલો( જો વિધવા હોય તો )
- જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુદિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી કમ મંત્રીશ્રીની) સહી વાળી
- બેંક ખાતાની પાસબુક
પંડિત દિન દયાળ આવાસ યોજના માં કેવી રીતે અરજી કરશો? Pandit Din Dayal Aavas yojana
મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અપ્લાય કરવાનું થાય છે આ મકાન સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું
- સૌપ્રથમ google સર્ચ ખોલીને તેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- https://gsebgujarat.in/pandit-din-dayal-upadhyay-awas-yojana-2024/
- પછી સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે
- જેમાં Director Developing Castes Welfare” પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ નવા પેજમાં અલગ અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર આઠ પર આવેલી પંડિત દિન
- દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે એ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો ન્યુ ઇઝર પ્લીઝ રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં તમારે નામ જાતિ મોબાઈલ નંબર પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને એવું એકાઉન્ટ બનાવવાનું રહેશે
- નવું એકાઉન્ટ બનાવ્યા બાદ સિટિઝન લોગીન પર ક્લિક કરવાનું રહેશે જેમાં યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ના આધારે લોગીન કરવાનું રહેશે
- સીટીઝન લોગીનમાં પંડિત દિન દયાળ આવાસ યોજના ઓનલાઈન અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે
- ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એક વાર ધ્યાનપૂર્વક ચકાસીને સેવ પર ક્લિક કરવાનું રહેશે
- ફાઇનલ કન્ફોર્મ થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે
- છેલ્લે પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લા કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો