એલ.આઇ.સી કન્યાદાન પોલીસી એ એક અનન્ય યોજના છે જે પરિવારોને તેમની દીકરીઓના ભાવિ લગ્ન અને શિક્ષણ માટે બચત કરવામાં મદદ કરે છે આ યોજના એવા ભારતીય નાગરિકો માટે છે જેમની 13 થી 25 વર્ષની વૈ વચ્ચેની દીકરીઓ છે એલ.આઇ.સી દ્વારા આ પહેલ પરિવારો માટે તેમની દીકરીઓના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાની એક શ્રેષ્ઠ તક છે તે સુનિશ્ચિત કરે છે કે તેઓનું શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે જરૂરી આધાર મળી છે
જો તમે તમારી દીકરીના સારા ભવિષ્ય માટે સારી રોકાણ યોજના શોધી રહ્યા છો તો lic કન્યાદાન પોલીસી તમારા માટે ઉપયોગી થઈ શકે છે આ પ્લાન દ્વારા તમે તમારી દીકરી માટે સારી એવી રકમ જમા કરાવી શકો છો LIC Kanyadaan Yojana
આ સિવાય તમે ટેક્સ બેનિફિટ્સ લોન ફેસીલીટી અને અન્ય ઘણા ફાયદા પણ મેળવી શકો છો જો તમારી દીકરીની ઉંમર 1 થી 10 વર્ષ વચ્ચેની છે તો તમે આ પોલીસીમાં રોકાણ કરી શકો છો lic કન્યાદાન પોલીસી વિશે વધુ માહિતી માટે આ આર્ટીકલ ને અંત સુધી વાંચો
એલ.આઇ.સી કન્યાદાન યોજના શું છે?
એલ.આઇ.સી કન્યાદાન યોજનાનો ઉદેશ લગ્ન અને ઉચ્ચ શિક્ષણ ખર્ચ સહિત તમારી પુત્રી નિભાવી જરૂરીયાત માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે
રોજ રૂપિયા 121 અથવા અંદાજે 3,600 માસિક રોકાણ કરીને તમારી પુત્રી ૨૫ વર્ષની થાય ત્યાં સુધીમાં તમે રૂપિયા 27 લાખ એકઠા કરી શકો છો
તમારી પાસે તમારા રોકાણની રકમ ઈચ્છા પ્રમાણે વધારવાની છૂટ છે જેનાથી ફંડમાં પણ વધુ વધારો થશે
એલ.આઇ.સી કન્યાદાન યોજના નો ઉદ્દેશ
જ્યારે કોઈ પિતાની દીકરી મોટી થાય છે તો તેને લગ્ન કરવા માટે માતા-પિતાને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી પડી જાય છે કારણકે તેમની પાસે પૈસા હોતા નથી
જેના કારણે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એલ.આઇ.સી કન્યાદાન નીતિની શરૂઆત કરવામાં આવેલી છે
આ યોજનામાં માતા-પિતાએ તેમની પુત્રીના જન્મથી લઈને તેના લગ્ન કરવાની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી રોકાણ કરવાની મંજૂરી આપે છે
આ નીતિ દ્વારા કોઈપણ પિતા તેમની પુત્રીના ભાવિ ભવિષ્યમાં આર્થિક અવરોધો વિના તેનું જીવન સુધારી શકે છે
આ નીતિ માતા-પિતાને તેમની પુત્રીના લગ્નમાં આવનારી નાણાકીય ચિંતા અને દૂર કરવા માટે મદદરૂપ છે
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી યોજના ના લાભો
નાણાકીય સુરક્ષા
આ યોજના સાથે પુત્રીનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત છે એકવાર પોલીસી પરિપક્વતા પર પહોંચે તેણીને પૂર્વ નિર્ધારિત રકમ પ્રાપ્ત થશે જેનો ઉપયોગ શિક્ષણ અને લગ્ન અન્ય નાણાકીય જરૂરિયાતો જોવા વિવિધ હેતુઓ માટે કરી શકાશે
શિક્ષણ ખર્ચ
આ યોજના પુત્રીના શૈક્ષણિક ખર્ચ માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે અને પિતા અકસ્માતમાં મૃત્યુ પામે તો ફક્ત લાભનો સમાવેશ કરે છે પુત્રીના શિક્ષણ માટે વધારાના ભંડોળ પણ પૂરું પાડે છે
લગ્ન ખર્ચ
આ યોજના દીકરીના લગ્ન ખર્ચ માટે નાણાકીય સહાય આપે છે એકવાર યોજના તેની અંતિમ તારીખે પહોંચી જાય પુત્રીને તેના લગ્નના ખર્ચ માટે નિયુક્ત ભંડોળ પ્રાપ્ત થાય છે
કર લાભ
આ યોજનામાં રોકાણ કરવા પર કર લાભ છે આ યોજના કર લાભ 80C હેઠળ આવે છે જેના દ્વારા રોકાણ કરેલ રકમ પર કર કપાત મેળવી શકાય છે
એલ.આઇ.સી કન્યાદાન યોજના ની પાત્રતા
- જો તમે પણ એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે અરજી કરવા માંગો છો તો
- અરજદાર અને તેનો પરિવાર ભારતનો વતની હોવો જોઈએ
- તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 18 વર્ષથી વધુમાં 50 વર્ષના હોવા જોઈએ
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- ઓળખનું પ્રમાણપત્ર
- યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ
- પ્રથમ પ્રીમિયમ ચૂકવણી પદ્ધતિ
- જન્મનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે અરજી કેવી રીતે કરવી?
જો તમે પણ તમારી દીકરીના ઉજવળ ભવિષ્ય માટે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા લાવવામાં આવેલી એલઆઇસી કન્યાદાન પોલીસી યોજના માટે અરજી કરવા માંગો છો તો આ માટે તમારે ઓફલાઈન અરજી પ્રક્રિયાને અનુસરવી પડશે હું તમને ઓફલાઈન દ્વારા કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપી શ જે નીચે પ્રમાણે છે
- આ યોજનામાં ભાગ લેવા માટે તમારી નજીકની એલઆઇસી શાખા અથવા લાયસન્સ પ્રાપ્ત એજન્ટ નો સંપર્ક કરવાનો રહેશે
- તમે તેમની પાસેથી lic ની કન્યાદાન પોલીસી વિશેની વ્યાપક માહિતી મેળવી શકો છો
- તે સંબંધિત અધિકારી તમારી આવક મુજબ તમને માહિતી આપશે અને તમે તેમાંથી યોજનાની પસંદગી કરી શકો છો
- હવે તેમના દ્વારા મંગાવામાં આવેલ તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે
- આ યોજના માટે અરજી ફોર્મ હવે lic એજન્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવશે
- તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને lic કન્યાદાન પોલીસી યોજનામાં સરળતાથી નોંધણી કરાવી શકો છો
ઉપર આપેલા તમામ પગલાં ને અનુસરીને તમે બધા સરળતાથી કન્યાદાન યોજનામાં તમારી દીકરીના ભવિષ્ય માટે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ પૂરેપૂરો લઈ શકો છો
હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.