તમારી દીકરીના શિક્ષણ અને લગ્ન માટે કરો રોકાણ 25 વર્ષની ઉંમરે 27 લાખ રૂપિયા મળશે

LIC કન્યાદાન પોલીસી એ દીકરીઓના લગ્ન અને શિક્ષણ માટે નાણા બચાવવા માટે શરૂ કરાયેલ એક વિશેષ યોજના છે 13 થી 25 વર્ષની વયની પુત્રી ધરાવતા ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે lic દ્વારા જાહેર કરવામાં આવેલી સ્કીમથી દીકરીને ઘણો ફાયદો થશે તેના ભણતર અને લગ્ન પાછળ ખર્ચો કરવો નહીં પડે તેના ખર્ચાઓ આ યોજના દ્વારા આવરી લેવામાં આવશે

Lic દ્વારા કન્યાદાન પોલીસી યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ દીકરીઓના લગ્ન તેમજ તેના શિક્ષણ માટે આર્થિક બચત કરવાનો છે આ યોજનાએ કોઈપણ વ્યક્તિને તેમની દીકરીના ભવિષ્યમાં પૈસાની આવશ્યકતા હોય તેના માટે રોકાણ કરવાની મંજૂરી આપે છે

આ યોજનામાં ભારત દેશના તમામ નાગરિક લાભ લઈ શકે છે જેમાં ઓનલાઇન માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને તાલીમ સાથે ની નીતિઓ પ્રદાન કરવાનો છે તમે આ યોજના તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી શકો છો

વર્ષ 2024 માં શરૂ કરવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ દેશના નાગરિકોને લાભ આપવાનો છે આ યોજનાઓમાં મુખ્યત્વે દીકરીઓના કલ્યાણ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે

એલ.આઇ.સી કન્યાદાન યોજના શું છે LIC kanyadaan policy 2024

એલ.આઇ.સી કન્યાદાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમારી દીકરીને તેના લગ્ન અથવા તેના ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની કોઈ કમી ન રહે આ સ્કીમ મુજબ જો તમે રોજના 121 રૂપિયા એટલે કે દર મહિને 3,600 થી થોડું વધારે જમા કરો છો તો જ્યારે તમારી દીકરી 25 વર્ષની થશે ત્યારે તમને 27 લાખ રૂપિયા મળશે જો તમે તમારી ઈચ્છા મુજબ આ રકમ વધારી શકો છો અને તમારું ફંડ પણ વધશે
તેમજ જો તમે 25 વર્ષનો પ્લાન ઇચ્છતા હોવ તો તમે તેને ઘટાડી પણ શકો છો આ પ્લાન મુજબ તમે 13 વર્ષથી 25 વર્ષ સુધીનો કોઈ પણ પ્લાન લઈ શકો છો તમારે ત્રણ વર્ષથી ઓછી મુદત માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે ઉદાહરણ તરીકે જો તમે 25 વર્ષ માટે પ્લાન લો છો તો તમારે ફક્ત 22 વર્ષ માટે ચુકવણી કરવી પડશે આમાં તમે દરરોજ દર મહિને દર ચાર મહિના અથવા દર છ મહિને પ્રીમિયમ ચૂકવી શકો છો

એલ.આઇ.સી કન્યાદાન યોજના નો ઉદ્દેશ

જ્યારે કોઈ પિતાની દીકરી મોટી થાય છે તો તેને લગ્ન કરવા માટે માતા-પિતાને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી પડી જાય છે કારણકે તેમની પાસે પૈસા હોતા નથી
જેના કારણે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એલ.આઇ.સી કન્યાદાન નીતિની શરૂઆત કરવામાં આવેલી છે
આ યોજનામાં માતા-પિતાએ તેમની પુત્રીના જન્મથી લઈને તેના લગ્ન કરવાની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી રોકાણ કરવાની મંજૂરી આપે છે
આ નીતિ દ્વારા કોઈપણ પિતા તેમની પુત્રીના ભાવિ ભવિષ્યમાં આર્થિક અવરોધો વિના તેનું જીવન સુધારી શકે છે
આ નીતિ માતા-પિતાને તેમની પુત્રીના લગ્નમાં આવનારી નાણાકીય ચિંતા અને દૂર કરવા માટે મદદરૂપ છે

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી ની કેટલીક ધ્યાનમાં લેવાની બાબતો

  • એલ.આઇ.સી કન્યાદાન પોલીસી એ તેની પરિપક્વતાના તારીખના ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે જીવન જો કામ કવર પ્રદાન કરશે
  • આ પોલીસી દ્વારા તમે પોતાની દીકરીના ભવિષ્ય અને આર્થિક રીતે સરળ બનાવી શકો છો
  • આ યોજના હેઠળ પિતાનું મૃત્યુ થાય છે તો તેના પર કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં
  • જ્યારે આ યોજના પરિપક્વ થાય ત્યારે તે સમયે બધી જ રકમ એક સાથે આપવામાં આવશે
  • જો લાભાર્થીનો કોઈ કારણસર મૃત્યુ થાય તો તેવી સ્થિતિમાં પરિવારને 10 લાખ આપવામાં આવશે
  • કોઈ કુદરતી રીતે લાભાર્થીનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે
  • જ્યાં સુધી પોલીસી પરિપક્વ થાય છે ત્યાં સુધી પ્રતિ વર્ષ રૂપિયા 50,000 સુધીનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે

એલ.આઇ.સી કન્યાદાન યોજના ની પાત્રતા

  • જો તમે પણ એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માટે અરજી કરવા માંગો છો તો અરજદાર અને તેનો પરિવાર ભારતનો વતની હોવો જોઈએ
  • તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 18 વર્ષથી વધુમાં 50 વર્ષના હોવા જોઈએ

એલ.આઇ.સી કન્યાદાન યોજનામાં જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • ઓળખનું પ્રમાણપત્ર
  • યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • પ્રથમ પ્રીમિયમ ચુકવણી પદ્ધતિ
  • જન્મનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

એલ.આઇ.સી કન્યાદાન યોજના માટે અરજી કેવી રીતે કરવી

  • આ યોજનામાં અરજી કરવા તમારે તમારી નજીકની એલઆઇસી ઓફિસ અથવા lic એજન્ટ નો સંપર્ક કરવાનો રહેશે
  • તેમના દ્વારા તમે lic કન્યા પોલીસી વિશે તમામ વિગતવાર માહિતી મેળવી શકો છો
  • તે સંબંધીત અધિકારી તમારી આવક મુજબ તમને માહિતી આપશે અને તમે તેમાંથી યોજનાની પસંદગી કરી શકો છો
  • હવે તેમના દ્વારા માંગવામાં આવેલ તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે
  • ત્યાર પછી એલ.આઇ.સી એજન્ટ તમારું આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ ભરશે
  • આવી રીતે એકદમ સરળતાથી તમે lic કન્યાદાન પોલીસી યોજનામાં જોડાઈ શકો છો
  • ઉપર આપેલ તમામ માહિતીને અનુસરીને તમે બધા ખૂબ જ સરળતાથી કન્યાદાન યોજનામાં તમારી દીકરીના ભવિષ્ય માટે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment