તાડપત્રી સહાય યોજના તમામ લોકોને મળશે 2000 રૂપિયા

સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય પૂરી પાડવાનો છે. tadpatri yojana 2024

તાડપત્રી સહાય યોજના શું છે?

ખેડૂત મિત્રો આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણો પાક ખેતરમાંથી નીકળી જાય ત્યારે પછી એને આપણે સાફ કરવો પડે છે એવા ઘણા બધા પાક માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે અથવા તો ચોમાસા દરમિયાન આપણા પાકને પલળતો અટકાવા માટે પણ તાડપત્રીની જરૂર ખેડૂતોને વારંવાર પડતી હોય છે એટલા માટે ખેડૂતોને આર્થિક રીતે મદદ પહોંચાડવા માટે થઈને તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી છે

તાડપત્રી સહાય યોજનાનો હેતુ?

આ યોજના ખેડૂતલક્ષી યોજના છે જે ખેડૂતો માટે લાભદાય છે જેનો લાભ મેળવીને ગુજરાતના દરેક ખેડૂતો પછી તે અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂતો હોય કે પછી સામાન્ય જાતિના ખેડૂતો હોય તે બધા સસ્તા ભાવે તાડપત્રી કરી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની માહિતી લઈને અનુસરો

તાડપત્રી સહાય યોજના મેળવવા માટેની પાત્રતાઓ

  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત  ગુજરાતનો નિવાસી હોવો જરૂરી છે
  • તેમની પાસે તેમના જમીનના સાતબાર અને આઠ અ ની નકલ હોવી જરૂરી છે
  • અરજદાર ખેડૂત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે સામાન્ય જાતિનો હોવો જોઈએ એજરૂરી છે
  • ગુજરાતમાં આવેલા કોઈપણ નાના સીમાંત કે મોટા ખેડૂત પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જે પણ ખેડૂત અરજદાર હોય તેમને અન્ય ખેડૂત તો ના સંમતિ પત્રક સાથે રાખવા જરૂરી બને છે
  • ખેડૂતોએ તો એક વખત આ યોજનાનો લાભ લીધો હોય પછી ત્રણ વર્ષ પછી આયોજનો બીજી વખત લાભ લઇ શકે છે
  • જંગલી વિસ્તારમાં આવેલો ખેડૂત ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ

તાડપત્રી યોજનામાં મળવાપાત્ર સહાયની જાણકારી આ મુજબ છે

  • અનુસૂચિત જાતિ(AGR-4) – આ જાતિના ખેડૂતોને તાડપત્રીની કુલ કિંમતના 75% અથવા ₹1875 બંનેમાંથી જે પણ ઓછો હશે તે મળવા પાત્ર છે
  • અનુસૂચિત જનજાતિ(AGR-14/AGR-3)- આ જાતિના ખેડૂતોને તાડપત્રીની કુલ કિંમતના 75% અથવા રૂપિયા 1875 બંનેમાંથી જે પણ ઓછો હશે તે મળવા પાત્ર છે
  • જનરલ કેટેગરી(AGR-2)/NFSM- આ જાતિના ખેડૂતોને ત્યારપત્રની કિંમતના ૫૦ ટકા અથવા તો 1250 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે

તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • ખેડૂતની સાતબાર ની જમીન ની નકલ
  • ચોખેડો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી ખેડુત એસટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • ખેડૂતના સાતબાર અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
  • જો લાભાર્થી કે ટ્રાઇબલ વિસ્તારનો હોય તો વન અધિકાર પત્રક ની નકલ
  • તો લાભાર્થી સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • ચાલુ મોબાઈલ નંબર

તાડપત્રી સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનો રહેશે
  • હવે તેમાં હોમપેજ પર મુખ્ય મહિનોમાં યોજનાઓના વિકલ્પો પર ક્લિક કરી દેવાનું રહેશે
  • ત્યારબાદ તમારે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ હવે તમારી સમક્ષ જે પણ યોજનાઓ શરૂ હશે તેમનું લિસ્ટ ખુલશે જેમાં તમારે તાડપત્રી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે ફરી પાછું તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અથવા તો ના ના વિકલ્પ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે
  • હવે તમારી સમક્ષ તાડપત્રી સહાય યોજના એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમે તમારી સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે જેમકે તમારું નામ ગામનું નામ બેંક ખાતાની જાણકારી વગેરે
  • બધી વિગત ભરાઈ ગયા પછી તમારે અરજી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને ફરી પાછી સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાના રહેશે.
  • આ રીતે બતાવ્યા પ્રમાણે સ્ટેપ ફોલો કરીને આસાનીથી તાલપત્રી સહાય યોજના માં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment